ચાલુ નવરાત્રિમાં તીક્ષ્ણ હથિયારના 47 ઘા મારી હત્યા, નવરાત્રી બની લોહિયાળ

મિત્રો રાજ્યમાં અત્યારે નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે અને બધા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના લખતરના વિઠલગઢમાં એક ખૂની ખેલ ખેલાયો હતો.

ચાલુ નવરાત્રીમાં જ આ પ્રકારની ઘટના ઘટવાથી ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.

આ ગામમાં રહેતા 22 વર્ષના એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

ગરબા દરમિયાન હત્યા કરીને આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો. પોલીસે આ બાબતની નોંધ લઇને તપાસ હાથ ધરી છે.

ગામના તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સાથે જ આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસની પ્રાથમિક સારવારમાં એવું સામે આવ્યું છે કે મૃતક અને હુમલાખોર બંને એક જ સમાજના છે અને પોલીસને આશંકા છે કે કોઈ જૂની અદાવતમાં હુમલાખોર આ હત્યા કરી છે પણ જ્યારે હત્યારો પકડાશે ત્યારે જ સાચી માહિતી બહાર આવશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.