હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાત ઉપર આગામી પાંચ દિવસ ખૂબ જ ભારે

ગુજરાતમાં હવે શિયાળો પોતાનું અસલી રૂપ બતાવી રહ્યો છે.

ગુજરાતમાં શિયાળો જામતો જાય છે અને દરરોજ ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે.

દિવસેને દિવસે ઠંડી વધતી જાય છે ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે આવનારા પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડી પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16, 17, 18 ડિસેમ્બર આ ત્રણ દિવસ સુધી થથરી જવાય તેવી હાડ થીજાવતી ઠંડી પડવાની છે.

ત્યારબાદના બે દિવસ પણ ખુબ જ ઠંડીનો માહોલ જોવા મળશે.

આગાહી છે કે આગામી 48 કલાકમાં Cold Wave શરૂ થશે જેને લઇને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેથી આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે દિવસે ગરમી અને રાત્રે ઠંડી જોવા મળે છે.

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધતું હોય છે પરંતુ ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં તાપમાન સામાન્ય જોવા મળે છે પરંતુ હવેથી શિયાળાની અસલ શરૂઆત થઈ જશે.

હવામાન ખાતાના આંકડા પ્રમાણે રાજકોટ, ડીસા, ગાંધીનગર સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી ઓછું નોંધાયું છે જેમાં સૌથી ઠંડુ શહેર નલિયા 6 ડિગ્રી સાથે લિસ્ટમાં ટોપ ઉપર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.