પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો થઈ જશે બંધ? જાણો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું

મિત્રો પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસે-દિવસે વધતી જઈ રહી છે. આ ઉપરાંત તેનાથી થતા પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થય ઉપર ગંભીર અસર પડી રહી છે.

આ બધા કારણોને લીધે હવે દિવસેને દિવસે ઈલેક્ટ્રીક વાહનોની માંગ વધી રહી છે એટલા માટે ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનોને ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે.

કેન્દ્ર સરકાર જુની ગાડીઓ અને પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓ પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર દ્વારા નવા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે વૈકલ્પિક ઇંધણ તરીકે ફ્લેક્સ ફયુલનો ઉપયોગ કરવામાં આવશે જેને ઇથેનોલમાંથી બનાવવામાં આવે છે.

અત્યારે સરકાર ઇથેનોલ ઉપર પૂરજોશમાં કામ કરી રહી છે.

એ પરિસ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું આગામી સમયમાં સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકી દેશે? એટલે કે આ પ્રકારના વાહનો બંધ થઇ જશે?

ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો બંધ નહીં થાય પરંતુ ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું અને હાઇડ્રોજનથી ચાલતી કારનું છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકાર ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું રજિસ્ટ્રેશન બંધ થશે નહીં.

હાલમાં સરકાર પેટ્રોલ અને ડીઝલને સાઈડમાં મુકીને ઇથેનોલ, બાયો એલએનજી અને અન્ય ગ્રીન એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહી છે.

નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે હું આવતા મહિને હું એક કાર ખરીદવાનો છું કે જે હાઈડ્રોજન ઉપર ચાલશે કેમકે ભવિષ્ય માત્ર હાઇડ્રોજન ઇંધણનું જ છે.

અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે વિમાનોના ઇંધણમાં 50% ઇથેનોલનો ઉપયોગ થાય.

કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભવિષ્યમાં ઈલેક્ટ્રીક અને વૈકલ્પિક ઇંધણવાળા વાહનો સસ્તા થશે.

આ ઉપરાંત દેશમાં 250 startup કંપનીઓએ ઈલેક્ટ્રીક વ્હીકલ પર કામ કરી રહી છે એના કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ભવિષ્યમાં ઓછી થશે.

ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોની કિંમત એક સમાન થઈ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.