ગુજરાત ઉપર ફરીથી ત્રાટકશે વાવાઝોડું?? જાણો હવામાન વિભાગે શું કહ્યું?

મિત્રો ચોમાસાની સિઝન શરૂ થઇ ચૂકી છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ ઘણી જગ્યાએ પડી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે ગુજરાતમાં ફરીથી વાવાઝોડું આવશે, વાવાઝોડું ક્યાંથી આવશે? ક્યારે આવશે? તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટીકલમાં જોઈશું.

રાજ્યના હવામાન વિભાગ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ નજીક પ્રવર્તમાન હવાનું દબાણ ઉત્પન્ન થતા અને ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ આગાહી કરવામાં આવી નથી.

એક ખાનગી વેબસાઈટ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ જવાની આશંકા છે કે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે તો નજીકના ભવિષ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

એક ખાનગી વેબસાઈટ પ્રમાણે 27મી તારીખે બપોર સુધીમાં હવાનું દબાણ વાવાઝોડામાં ફેરવાઇ જશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.

આ ઉપરાંત 28મી તારીખે માંગરોળ દરિયા કાંઠે વાવાઝોડું ટકરાય તેવી પણ શક્યતા છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલું હવાનું દબાણ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. જોકે હજુ સુધી કે મહારાષ્ટ્રના હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઈ આગાહી કરવામાં નથી આવી.

જો વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે તો નજીકના ભવિષ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે.

એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે આ દબાણને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને પશ્ચિમ દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જો આ ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તો માંગરોળ, વેરાવળ, કોડીનાર, પોરબંદર, કેશોદ સહિતના અનેક વિસ્તારોને અસર કરી શકે છે.

આ પછી 29 તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દિવ અને ડાંગ, તાપી, નવસારી, વલસાડ વગેરેની અંદર વરસાદની સંભાવના છે.

ભારે વરસાદ સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને આ ભયંકર વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થવાની પણ આશંકા સેવાઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને રાજ્યના ઘણા ભાગોમાં છુટો-છવાયો વરસાદ અને પવન પણ જોવા મળી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.