શ્રાધ્ધ પક્ષમાં કાગડાને જ કેમ ભોજન આપવામાં આવે છે? બીજા કોઈ પક્ષી કે પ્રાણીને કેમ નહીં!! જાણો કારણ…

મિત્રો પિતૃપક્ષમાં કાગડાને જ શ્રાદ્ધનું ભોજન ખવડાવવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ છે.

પિતૃ-પક્ષ દરમિયાન કાગડા, બ્રાહ્મણ અને ગાયોને ખવડાવવાની પરંપરા છે જે પંદર દિવસ સુધી ચાલે છે. આજે આપણે જાણીશું પિતૃપક્ષમાં કાગડાને શા માટે અન્ન અને પાણી આપવામાં આવે છે અને તેનું મહત્વ શું છે?

મિત્રો આપણે જાણીએ છીએ કે પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે અને આગામી 15 દિવસ સુધી શ્રાદ્ધ, તર્પણ દ્વારા પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે.

શ્રાધ પક્ષમાં એક નિયમ છે કે આમાં પિતૃઓના નામ પર પાણી અને અન્ન દાન કરવામાં આવે છે અને તેમના નિમિત્તે કાગડાઓને પણ ભોજન કરાવવામાં આવે છે.

ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે લોકો કોઈ કાગડા ન મળવાથી પરેશાન હોય છે, તો મિત્રો આપણે જાણીશું શ્રાદ્ધપક્ષમાં કાગડાઓને ખવડાવવાનું આટલું બધું મહત્વ કેમ છે? ગરુડ પુરાણમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે.

શ્રાધ્ધ વખતે લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને યજ્ઞ કરે છે અને કાગડાને અન્ન અને પાણી અર્પણ કરે છે. વાસ્તવમાં કાગડો યમનું પ્રતીક માનવામાં આવે છે.

ગરુડ પુરાણ પ્રમાણે જો કાગડો શ્રાધ્ધમાં ભોજન કરે તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને યમ પણ ખુશ થાય છે અને પૂર્વજોને તેમનો સંદેશો આપે છે.

ગરુડ પુરાણ પ્રમાણે કાગડાને યમનું વરદાન મળ્યું છે કે તમને આપવામાં આવેલ ભોજન પિતૃઓની આત્માને શાંતિ આપશે. પિતૃ-પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાથે સાથે કાગડાને ખવડાવવું પણ ખૂબ જ જરૂરી છે.

એવું કહેવાય છે કે આ દરમિયાન પૂર્વજો પણ કાગડાના રૂપમાં આપણી પાસે આવી શકે છે.

એક એવી પણ માન્યતા પ્રચલિત છે કે એક વખત એક કાગડો માતા સીતાના ચરણોમાં ચાંચ મારતો હતો. આ જોઈને શ્રીરામે પોતાના તીર વડે તેમની આંખો ઉપર પ્રહાર કર્યો અને કાગડાની એક આંખ ફૂટી ગઈ.

જ્યારે કાગડાને આ વાતનો અફસોસ થયો ત્યારે તેમણે ભગવાન શ્રીરામ પાસે માફી માંગી ત્યારે ભગવાન શ્રીરામે વરદાન સ્વરૂપે કહ્યું કે તને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થશે.

કાગડાના રૂપમાં ભગવાન શ્રીરામ પાસે પહોંચનાર દેવરાજ ઈન્દ્રના પુત્ર જયંતિ હતા ત્યારથી કાગડાને શ્રાધ્ધમાં ખોરાક ખવડાવવાનું વિશેષ મહત્વ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.