પુરાણોની ભવિષ્યવાણી : જ્યારે આ બે પર્વત ભેગા થશે ત્યારે થશે મહાપ્રલય!!

ભારતના બાર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લીંગ એટલે કેદારનાથ.

કેદારનાથ હિન્દુ ધર્મનું સૌથી મહત્વપૂર્ણ તીર્થધામ છે. ઉત્તરાખંડના હિમાલયના કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આ તીર્થમાં આવનાર દરેક વ્યક્તિને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે.

આ કેદારેશ્વર મંદિર વિશે પુરાણોમાં ઘણા બધા રહસ્યો બતાવવામાં આવ્યા છે. કેદારેશ્વર મંદિર 400 વર્ષથી બરફ હેઠળ હતું.

કેદારેશ્વર ધામ ત્રણ પર્વતોની વચ્ચે આવેલું છે જેમાં એક બાજુ આશરે 22000 ફૂટ ઊંચી કેદાર છે, બીજી બાજુ 21600 ફૂટ ઊંચો ખેતકુંડ છે અને ત્રીજી બાજુ 22700 ફૂટનો ભરતકુળનો પર્વત છે.

આ ઉપરાંત અહીં પાંચ નદીઓનો સંગમ પણ છે જેમાં મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણ ગૌરીનો સમાવેશ થાય છે. આ પાંચ નદીઓનો સંગમ અહીં જોવા મળે છે.

આ નદીઓમાં મંદાકિનીના કાંઠે કેદારેશ્વર ધામ આવેલું છે.

પુરાણોની ભવિષ્યવાણી મુજબ આ સમગ્ર ક્ષેત્રના તીર્થ સ્થાનો અદ્રશ્ય થઈ જશે એવું માનવામાં આવે છે કે જે દિવસે નર અને નારાયણ પર્વતો એકબીજાને અડી જશે ત્યારે બદ્રીનાથનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે જેથી ભક્તો બદ્રીનાથ જઈ શકશે નહીં.

પુરાણો અનુસાર હાલનું બદ્રીનાથ ધામ અને કેદારેશ્વર ધામ અદ્રશ્ય થઈ જશે અને વર્ષો પછી “ભાવિદાબદ્રી” ના નામથી નવી યાત્રા ઊભી થશે.

400 વર્ષ સુધી બરફમાં દબાયેલુ કેદારનાથ મંદિર જ્યારે બરફમાંથી બહાર આવ્યું ત્યારે સંપૂર્ણપણે સલામત હતું.

દેહરાદૂનના હિમાલયન જિયોલોજિકલ સાઇન્ટીસ્ટ વિજય જોશીએ જણાવ્યું કે 13મી થી 17મી સદી દરમિયાન એટલે કે આશરે 400 વર્ષ સુધી એક નાનો હિમયુગ આવ્યો હતો જેમાં હિમાલયનું આ વિશાળ ક્ષેત્ર બરફ નીચે દબાઈ ગયું હતું.

જેમાં આ કેદારેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે અને આ મંદિરની દિવાલોમાં અને પથ્થરોમાં આજે પણ તેના નિશાન જોઈ શકાય છે.

સૌપ્રથમ આ મંદિર પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું હતું પરંતુ કેટલાક કારણોસર આ મંદિર ધીરે ધીરે જીર્ણ થઈ ગયુ. ત્યારબાદ આ મંદિરનું પુનઃનિર્માણ આદી શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરની પાછળ જ આદિ શંકરાચાર્યની કબર આવેલી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.