1 નવેમ્બરથી આ ફોનમાં Whatsapp થઇ જશે બંધ, જુઓ તમારો ફોન આ લિસ્ટમાં નથી ને?

Whatsapp ની પેરેન્ટિંગ કંપની ફેસબુકે ગયા મહિને જાહેરાત કરી હતી કે 1 નવેમ્બરથી અમુક ડિવાઇસની અંદર whatsapp એપ્લિકેશન કામ કરવાનું બંધ કરી દેશે.

ઘણા સ્માર્ટફોન અને IPhone માં Whatsapp યુઝરની પ્રાઇવસી અને એપની સુરક્ષા બની રહે તે માટે બંધ કરી દેવામાં આવશે.

1 નવેમ્બરથી Whatsapp એન્ડ્રોઇડ અને આઈઓએસના જૂના વર્ઝનનું સમર્થન નહીં કરે.

 

Whatsapp ના અનુસાર Android ઓએસ 4.1 અને આઇઓએસ 10 અને ત્યારબાદના વર્ઝન વાપરનાર સ્માર્ટફોનમા યૂઝર્સ કોઈપણ પ્રકારની પરેશાની વગર એપ્લિકેશન વાપરી શકશે.

Whatsapp દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 1 નવેમ્બરથી Whatsapp બંધ થઈ જવાનું છે.

અમુક ઓપરેટિંગ સિસ્ટમ નહીં ચાલે જેવીકે android 4.0.3. આઇસક્રીમ સેન્ડવિચ, આઇઓએસ 9 અને આઇઓએસ 2.5.0. સામેલ છે.

જો તમે નથી જાણતા કે તમારા સ્માર્ટફોન ઉપર કયું એન્ડ્રોઇડ વર્ઝન ચાલી રહ્યું છે તો તમે સ્માર્ટ ફોનના સેટિંગમાં જઇને એન્ડ્રોઇડ વર્ઝન ની તપાસ કરી શકો છો.

જુઓ સ્માર્ટફોનનું સંપૂર્ણ લીસ્ટ જેમાં 1 નવેમ્બરથી Whatsapp થશે બંધ:

Apple::

 • iPhone 6s
 • iPhone 6s Plus
 • Apple iPhone SE

Samsung::

 • Samsung Galaxy Trend Lite
 • Galaxy S2
 • Galaxy Trend 2
 • Galaxy S3 Mini
 • Galaxy Core
 • Galaxy X cover 2
 • Galaxy ace2

LG::

 • LG Lucid 2
 • Optimus L5 Double
 • optimus L4 2 Double
 • Optimus F3Q
 • Optimus F7
 • Optimus L5
 • Optimus F5
 • optimus L3 2 Double
 • Optimus L 52
 • Optimus L3 2
 • Optimus L7
 • Optimus L7 2 Double
 • Optimus L7 2
 • Optimus F3
 • Optimus L4 2
 • Optimus L2 2
 • Optimus Nitro HD and 4x HD
 • Enact

ZTE::

 • ZTE Grand S Flex
 • Grand X Quad V987
 • ZTE V956
 • Big Memo

Huawei::

 • Huawei Ascend G740
 • Ascend D Quad XL
 • Mate Ascension
 • Go up P1 S
 • Go up D D2
 • Ascension D1 Quad XL