વકીલે તેના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે થઈ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ! જુઓ અંદર શું લખ્યું છે!

મિત્રો ઘણા લોકો પોતાના લગ્નમાં સાદી નહીં પરંતુ કંઇક હટકે કંકોત્રી બનાવી રહ્યા છે.

ઘણા લોકો કંકોત્રીમાં એનિમેશન ઉમેરે છે તો ઘણા લોકો કંકોત્રીને શણગારે છે.

એવી પણ કંકોત્રી માર્કેટમાં જોવા મળી રહી છે જેમાં QR કોડ આપેલો હોય છે જેને સ્કેન કરવાથી આપણા મોબાઇલમાં વિડીયો જોવા મળે છે. આ ઉપરાંત થોડાદિવસ પહેલાં જ એક રજવાડી કંકોત્રી બનાવવામાં આવી હતી જેની કિંમત લગભગ હજારોમાં હતી.

ઘણા લોકો પોતાના વ્યવસાય પ્રમાણે પણ કંકોત્રી બનાવતા હોય છે જેમ કે એન્જિનિયર હોય તો એન્જિનિયરિંગની ભાષામાં લખાણ કરતા હોય છે.

જો ડોક્ટરના લગ્ન થવાના હોય તો ડોક્ટરી ભાષામાં કંકોત્રીમાં લખાણ કરતા હોય છે.

આવો જ એક કિસ્સો ફરીથી આપણી સામે આવ્યો છે જેમાં લગ્ન થઈ રહ્યા છે એક વકીલના.

આસામના ગુવાહાટીમાં એક વકીલે તેમના લગ્ન માટેનું કાર્ડ બંધારણ આધારિત છપાવ્યું છે.

આ ઉપરાંત કાર્ડમાં સમાનતા દર્શાવવા માટે ન્યાયના ત્રાજવાની બંને બાજુ વર અને વધુના નામ લખવામાં આવ્યા છે.

આ ઉપરાંત લગ્નની કંકોત્રીમાં ભારતીય લગ્નને સંચાલિત કરતા કાયદા અને અધિકારોનો ઉલ્લેખ પણ થયેલો છે.

કંકોત્રીમાં લખ્યું છે કંઈક આવુ:

કાર્ડમાં લખવામાં આવ્યું છે કે “લગ્નનો અધિકાર એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ઘટક છે તેથી 28 નવેમ્બર 2021 રવિવારના રોજ મારા માટે આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાનો સમય છે”.

આમંત્રણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વકીલો લગ્ન કરે છે ત્યારે તેઓ હા નથી કહેતા તેઓ કહે છે “અમે નિયમો અને શરતો સ્વીકારીએ છીએ”.

આ પ્રકારનું લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયું છે અને લોકો કોમેન્ટ દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે.

ઘણા લોકોની કોમેન્ટ સાંભળીને હસવું પણ આવી રહ્યું છે. ઘણાં યુઝરો મજાકમાં નવી નવી કોમેન્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે કહ્યું ‘આ કોર્ટના સમન્સ જેવું છે’ તો બીજાએ કહ્યું ‘આ આમંત્રણ વાંચીને અડધો clat અભ્યાસક્રમ વાંચી લીધો હોય તેવું લાગ્યું’ તો અન્ય યુઝરે કહ્યું ‘પંડિતની જગ્યાએ કોઈ ન્યાયાધીશને બેસાડો’.

મિત્રો આ કંકોત્રી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.