શાહિન વાવાઝોડું બન્યું વધુ ખતરનાક, 110 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, સાવધાન

મિત્રો ગુજરાત ઉપર ફરીથી શાહિન વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

વાવાઝોડું ફરીથી વધુ ઉગ્ર બન્યું છે અને હવે તે શાહીન વાવાઝોડામાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. વાવાઝોડું કચ્છના અખાતમાંથી પાકિસ્તાન તરફ આગળ વધશે અને ત્યાંથી ઓમાન તરફ આગળ વધી શકે છે તેવું અનુમાન છે.

શાહીન વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયા કિનારાના વિસ્તારો પર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

શાહીન  વાવાઝોડાને કારણે દરિયામાં 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ 100 થી લઈને 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

માછીમારોને પણ આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતમાં રાહત બચાવ કામગીરી માટે 17 NDRFની ટીમ અને 20 SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

મિત્રો શાહીન વાવાઝોડાની અસર કચ્છમાં શરૂ થઈ ચૂકી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે.

ખાસ કરીને માંડવી, નલિયા, કંડલા, મુંદ્રા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને દરિયાકિનારે ન જવા સૂચના આપવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

One thought on “શાહિન વાવાઝોડું બન્યું વધુ ખતરનાક, 110 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, સાવધાન

Comments are closed.