કારતકમાં શ્રાવણીયો માહોલ, આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈ,  પાલઘર, મરાઠવાડા, રત્નાગીરી, સાંગલી, સતારા, નાસિક જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને પગલે કોંકણ પછી મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં પણ છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી હવામાન વિભાગના કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં પણ માવઠું થવાની સંભાવના છે જેને કારણે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું જોવા મળશે અને 10 તારીખ સુધીમાં રાજ્યમાં માવઠું પડવાના એંધાણ છે.

10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયા કાંઠા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, જુનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા હોવાથી ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.