અરબ સાગરમાં લો પ્રેસર સક્રિય : ગુજરાતના આ વિસ્તારો થઇ જાઓ સાવધાન

મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સૂરતમાં 7 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધાબડીયુ વાતાવરણ સર્જાયું હતું.

હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગરમાં એપીએમસી સહિતની જગ્યાઓમાં જો અનાજ ખુલ્લામાં રાખવામાં આવ્યું હોય તો તાત્કાલિક અસરથી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવા માટે સલાહ આપવામાં આવી છે નહિતર ખેડૂતોનો આ તૈયાર પાક માવઠામાં પલળી જવાની શક્યતાજણાઈ રહી છે.

હાલમાં શિયાળુ પાક પહેલાં જ વાતાવરણમાં અચાનક પલટો આવતાં અને હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.