કમોસમી કમઠાણ / આ તારીખે થશે કમોસમી વરસાદ : અંબાલાલ પટેલની આગાહી

મિત્રો ગુજરાત રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે હજુ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે અને દિવસ દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

ત્યારે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના જણાઈ રહી છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે.

અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાં તો ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

5 માર્ચથી લઇને 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવો વરસાદ પડશે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાય શકે છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણકે હાલમાં વરસાદ પડે તો પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની પણ સંભાવના છે જેને લઇને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.