હવામાન વિભાગની મોટી આગાહી : બપોરે બહાર નીકળતા પહેલા ખાસ જોઈ લો

મિત્રો હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે હોળી ધૂળેટીના તહેવાર પછી ગરમીમાં ઘટાડો થશે પરંતુ હજુ ચાલુ અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડી શકે છે.

હાલમાં અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે.

આ દરમિયાન ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે ગરમી પડવાની છે જેને લઇને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગર, બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના આ એલર્ટને કારણે લોકોને સાવધાન રહેવાની જરૂર છે.

આ દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને માથું ઢંકાય તેનું ખાસ ધ્યાન રાખવું આ સિવાય નવજાત બાળકો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓ એ વિશેષ કાળજી રાખવાની જરૂર છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં દેશના ઘણા બધા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે.

આ દરમિયાન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સર્જાણું છે જે ટૂંક સમયમાં ચક્રવાતી તોફાન અસની માં પરિવર્તિત થઈ જવાનું છે જેને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી રહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીને કારણે લોકો પરેશાન થવા લાગ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.