ખેડૂતો માથે આવી રહી છે મોટી આફત : કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

મિત્રો રાજ્યમાં હાલ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને આખા રાજ્યમાં શીત લહેર ફરી વળી છે ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થશે જેને લઇને ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે.

ખેડૂતોનો મહામૂલો પાક પલળી ન જાય તે માટે અને ગોડાઉનમાં ખુલ્લો પડેલો મોલ બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે સૂચના આપી દેવામાં આવ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત અરવલ્લી, અમરેલી, મોડાસા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

તો મિત્રો આવી રીતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.