વાવાઝોડા સાથે વરસાદ : 29, 30 તારીખે ભારે પવન ફૂંકાશે! આ જિલ્લાઓ થઇ જાવ સાવધાન

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત અસાનીને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વેગ પકડ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરલ પહોંચે છે પરંતુ આ વખતે ચાર દિવસ વહેલું પહોંચે તેવી ધારણા છે.

મિત્રો દક્ષિણ-પશ્ચિમ શ્રીલંકામાં પહોંચી ગયું છે અને કેરળ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસુ માલદીવ અને લક્ષદીપ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.

જેને કારણે આગામી બે દિવસમાં કેરળ અને લક્ષદ્વિપમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્કાયમેટના રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ભારતીય હવામાન વિભાગ દ્વારા માછીમારોને 29 મે સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28,29 મે સુધી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ ઉપરાંત 27મી મે થી 30 મે દરમિયાન ઝારખંડમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

બિહારમાં ગયા અઠવાડિયે ભારે વરસાદ થયો હતો અને હવે ફરી એકવાર 28મીથી 30મી વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.