ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ, આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 તારીખના રોજ…

અમદાવાદ, જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત 22 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, દાહોદ, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નવસારી, સુરત સહિત…

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના દરિયામાં 60 કિલોમીટરની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 21 અને 22 જાન્યુઆરીએ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

આ બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યાર બાદ 23 તારીખથી…

એક અઠવાડિયા સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે એટલે કે ફરીથી રાજ્યમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળશે.

પાટણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે જેને લઇને ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે.

આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સમગ્ર રાજ્યમાં સવારમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યો હતો.

આ ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મનભરીને માણ્યો હતો પરંતુ વાહનચાલકોને ધુમ્મસના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.