હવામાન વિભાગની માવઠાને લઈને મોટી આગાહી, આ વિસ્તારો થઈ જાવ સાવધાન!

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફરીથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડશે.

આ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની સ્થિતિ હજુ યથાવત્ રહેશે.

અને બીજી તરફ 21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે.

જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

આ સિસ્ટમને કારણે આગામી 21મી જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયુ બનશે અને 22 મી જાન્યુઆરીએ વધુ એક કમોસમી વરસાદનો રાઉન્ડ શરૃ થશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં બીજીવાર અને શિયાળું સીઝનમાં પાંચમીવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે.

ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં ભારે વર્ષા થવાના કારણે ગુજરાતમાં આગામી થોડા દિવસો ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે અને કચ્છમાં પણ શીત લહેરની અસર જોવા મળશે.

હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે જેને લઇને ખેડૂતોને આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.