હવામાન વિભાગની મોટી આગાહી : આજથી છત્રી રેઇનકોટ કાઢી રાખજો, 14 તારીખ સુધી થશે આવું

મિત્રો હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું વહેલું બેસી તેવી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ, અમરેલીમાં વરસાદની રેલમછેલ થશે.

ત્યારે રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે.

સોમવારે એટલે કે 13 તારીખે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ પડશે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે અને હવે ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યું છે જ્યારે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં અમરેલીના લાઠીમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો પણ હાલમાં રાજ્યમાં પશ્ચિમ-દક્ષિણના પવન ફુંકાઈ રહ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.