હવામાન વિભાગની મોટી આગાહી, યેલો એલર્ટ જાહેર : ધાબળા અને સ્વેટર તૈયાર રાખજો

મિત્રો ગુજરાતમાં 2022 શરૂઆતથી જ ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં હાલમાં જે હિમ વર્ષા થઈ રહી છે તેના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગર, બનાસકાંઠા, પાટણની અંદર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.

ગાંધીનગરમાં ગઇકાલે 7 ડિગ્રી તાપમાન હતું જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ તેમજ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે આ સમયે ઠંડી તો રહેવાની જ છે પરંતુ પતંગ રસિકો માટે ભારે તકલીફ પડી શકે છે.

કમોસમી વરસાદ પડયો હતો ત્યારે ફરીથી રાજ્યમાં 16, 17, 18 જાન્યુઆરી સુધી ફરીથી માવઠું થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે જેને કારણે અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા-પાટણમાં ઠંડી વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ એકાએક વધી જવાનું છે એટલા માટે ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.