રવિવારે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, લખી લેજો તારીખ

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા પણ થયા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં ગુજરાત ઉપર કમોસમી વરસાદ ખાબકી શકે છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 48 કલાકમાં રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટવા લાગશે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ફરીથી એક હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે 1લી અને 2જી ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ પણ થશે.

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે જેમાં ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ના તૈયાર પાકને નુકસાન થયું છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે જેને કારણે ગુજરાતમાં છૂટો છવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં 22 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આગામી ચાર દિવસ સુધી 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

બંગાળના ઉપસાગરમાં ઉત્પન્ન થયેલા હળવા દબાણને કારણે 22 તારીખ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠાનો આવે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.