નવા વર્ષમાં માવઠાનું જોખમ : અરબી સમુદ્રમાં સિસ્ટમ થશે સક્રિય, મોટી આગાહી

ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવ્યું છે કે વર્તમાન ઠંડીનો માહોલ ધીમો પડી જશે. નવા વર્ષમાં માવઠાનું જોખમ સર્જાય શકે છે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં શિયાળાના આગમન સ્વરૂપ સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની ખાડીનું લો પ્રેસર હાલ શ્રીલંકાની ઉતરે લાગુ ભારતીય દરિયાકાંઠાની આસપાસ છે જે આવતા 24 કલાકમાં દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં સરકશે અને ત્યાર પછીના 48 કલાકમાં તે વધુ મજબૂત થવાની શક્યતા છે.

આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ ગતિ કરશે અને આવતા દિવસોમાં મધ્ય અરબી સમુદ્રમાં ગોવા, મહારાષ્ટ્રની પશ્ચિમે પહોંચવાની સંભાવના છે.

આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં થવાની શક્યતા છે. જોકે હજુ તેની સચોટ આગાહી કરવામાં નથી આવી. આગામી દિવસોમાં સિસ્ટમની વિગતવાર માહિતી અપડેટ કરવામાં આવશે.

તારીખ 1 થી 7 નવેમ્બરની આગાહી કરતા જણાવ્યું કે અત્યારે જે તાપમાન છે તે ફરીથી નોર્મલ થઈ જશે એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટશે.

તારીખ 3 થી વાદળછાયુ વાતાવરણ રહેશે અને આ સમયગાળામાં પવનની દિશા પૂર્વ તથા ઉત્તર પૂર્વની રહેશે.

આગોતરૂ એંધાણ::

1 થી 7 નવેમ્બરના આગાહીના સમયમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. આ સિવાય બીજો કોઈ મોટો ફેરફાર થાય તેમ નથી તેમ છતાં અરબી સમુદ્રની સિસ્ટમની અસરને કારણે 8 થી 10 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે તેમ છે આ અંગે માત્ર પ્રાથમિક અનુમાન છે કોઈ સચોટ આગાહી નથી.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.