વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની મોટી આગાહી : જાણો વાતાવરણને લઈને શું કરી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તાપમાનનો પારો ધીરે ધીરે ગગડી રહ્યો છે.

ગુજરાતના વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે.

તેમની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 14 ડિસેમ્બરથી લઇને 21 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળશે.

12 થી 20 કિલોમીટરની ઝડપે નોર્થ ઇસ્ટના પવનો આગામી સમયમાં શરૂઆતમાં જોવા મળશે.

તારીખ 18 ડિસેમ્બરથી લઇને 20 ડિસેમ્બર દરમિયાન પવન પૂર્વના રહેશે.

અને તારીખ 17 થી લઈને 19 ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપ 20 થી 30 કિલોમીટરની રહેશે.

આ ઉપરાંત તેમની આગાહી પ્રમાણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને નોર્મલથી નીચું આવી જશે.

તેમની આગાહી પ્રમાણે ખાસ કરીને તારીખ 17, 18 અને 19 દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા પણ છે.

આ ઉપરાંત અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે ન્યુનતમ તાપમાનમાં 21 તારીખે વધારો થશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.