માવઠાને લઈને અશોકભાઈ પટેલની મોટી આગાહી : જાણો કયા કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતના વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે તેમણે આગાહી વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિલોમીટરના ઉપરના લેવલે સક્રીય થશે.

જે 30 તારીખથી ગુજરાત રાજ્યને અસર કરવાનું શરૂ કરશે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનને પણ અસર કરશે.

તેમની આગાહી પ્રમાણે પવન મુખ્યત્વે પૂર્વ બાજુથી તો ક્યારેક દક્ષિણ-પૂર્વ બાજુથી ફૂંકાશે અને સમગ્ર રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો થશે અને વાતાવરણ ઢાબળીયુ જોવા મળશે.

30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઝાપટા, હળવો વરસાદ, મધ્યમ વરસાદ અથવા ભારે વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ વધુ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત ૩૦ નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઝાપટાં અથવા હળવો વરસાદ થઇ શકે છે. તો ઘણી જગ્યામાં મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અને મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા હળવો અને મધ્યમ વરસાદની શક્યતા 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.