હવે મફતમાં પાણી પણ નહીં મળે, ઘરે-ઘરે લાગશે મીટર, ગાંધીનગરમાં નંખાઈ રહી છે પાઇપલાઇન!

મિત્રો ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જે પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે તેની અંદર હવે મીટર મૂકવામાં આવશે.

આગામી દિવસોમાં હવે પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં જૂની પાઇપલાઇન જર્જરિત થઇ ગઇ હોવાથી નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે ઘરે ઘરે પાણીના મીટર પર મૂકવાના હોવાથી હવે પાણી માટે પણ તમારે પૈસા ચૂકવવા પડશે.

જ્યારે ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી હતી ત્યારે પાણીની લાઇન નાખવામાં આવી હતી જે જર્જરિત થઈ ગઈ છે જેને લઇને હવે તંત્ર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે.

પરંતુ આ પાઈપલાઈનનું કામ પૂર્ણ થતાની સાથે જ ઘરે ઘરે પાણીના મીટર પણ મુકવામાં આવશે જેને લઇને આગામી દિવસો એ પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે.

હાલમાં નવી પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે અને ત્યાર બાદ શહેરના દરેક ઘરમાં પાણી માટેના મીટર પણ લાગી જશે જેને લઇને હવે પાણીના વપરાશ પ્રમાણે તમારે રૂપિયા પણ ચૂકવવા પડશે.

હવે ટૂંક સમયમાં જ ગાંધીનગરમાં આ કામ પૂર્ણ થશે પછી સમગ્ર ગુજરાતમાં પણ આ પ્રકારના પાણીના મીટર પણ લાગી શકે છે.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે પાણીના મીટર લગાવવા જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.