બીજાનો જીવ બચાવવા જતાં થયું મોત : સુરતના વિદ્યાર્થી પર ટ્રક ફરી વળ્યો, આશાસ્પદ યુવાનનું મોત

મિત્રો એકની ભૂલની સજા બીજાએ જીવ આપીને ચૂકવવી પડી હોય તેઓ કાળમુખો અકસ્માત સુરતમાં સર્જાયો હતો.

આ અકસ્માત સુરતના ભાઠેના બ્રિજ ઉપર સર્જાયો હતો જેમાં એમબીએનો વિદ્યાર્થી સાયકલ સવારને બચાવવા જતા બાઈક સાથે રોડ પર પડી ગયો હતો.

પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રક આ વિદ્યાર્થી ઉપર ફરી વળી અને આ વિદ્યાર્થીનું ટ્રક નીચે કચડાઇ જતાં મોત થયું હતું.

એકના એક પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આજથી બે મહિના પહેલા જ અભ્યાસ માટે તે સુરત આવેલો હતો અને તે સવારે પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો.

વિવેક એકનો એક દીકરો હતો:

વિવેકના કાકા રમેશભાઇ કિકાણીએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામના ખેડૂત સુભાષભાઈનો એકનો એક દીકરો વિવેક અકસ્માતમાં પુલ ઉપર મોતને ભેટ્યો હતો.

તેમના જણાવ્યા પ્રમાણે વિવેક બે મહિના પહેલા જ સુરત એમબીએનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો જે વેસુની ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે પરીક્ષા આપવા માટે જતો હતો.

આ અકસ્માતની જાણ કોઈ અજાણ્યા વ્યક્તિએ રમેશભાઈને ફોન કરીને આપી હતી. આ ખબર મળતાં જ રમેશભાઈના હોશ ઉડી ગયા હતા.

વિવેકને સ્મીમેર હોસ્પિટલ લઈ જતા વિવેક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસમાં એવી માહિતી સામે આવી છે કે બ્રિજ ઉપર સામેથી રોંગ સાઈડમાં એક સાઇકલ સવાર આવતો હતો જેને બચાવવા જતા વિવેક રોડ ઉપર પડી ગયો હતો અને પાછળથી આવતી ટ્રક ઉપર ચડી ગઈ હતી અને વિવેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ભાગી છુટયો હતો અને સાઈકલ સવાર પણ ઘટનાસ્થળે હાજર ન હતો.

કોઈક બીજાની ભૂલને કારણે અને અન્ય વ્યક્તિને બચાવવા જતા આ આશાસ્પદ યુવાને પોતાનો જીવ ખોયો છે.

ભૂલ કોની અને સજા કોને મળી આ પ્રકારના જીવતા ઉદાહરણ એ વિવેકનો ભોગ લીધો છે.

આ ઘટનાની જાણકારી વિવેકના પિતાને કરતા તે ઘેરા શોકમાં આઘાતમાં સરી પડયા હતા.

અકસ્માતના દિવસે વિવેકના માતા અને તેની લાડકી બહેનને આ વિશેની જરા પણ જાણ થવા દીધી નથી કે હવે તેનો દીકરો અને લાડકો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો.

વિવેકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ વતન ભુતડી ગામ લઈ જવાશે જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેમ રમેશભાઇએ જણાવ્યું હતું.

મિત્રો રોંગ સાઈડમાં આવતા સાયકલ સવારને બચાવવા જતાં આ પ્રકારની ઘટના ઘટી છે અને પરિવારે એકના એક દીકરાને ખોયો છે.

આ ઘટનાથી તંત્રએ પણ કડક પગલા લેવા જોઈએ કે આવા મોટા રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.

એકની કોઈ નાનકડી ભૂલને કારણે બીજો પરિવાર સાવ વેરવિખેર થઈ જાય છે.

આવું ના થાય ભવિષ્યમાં એટલા માટે તંત્રે ટ્રાફિકના નિયમોને કડક બનાવવા જ જોઈએ.

છેલ્લે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તે વિવેકના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ દુઃખમાંથી ઉગરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.