શું આ મહિલા ખરેખર 399 વર્ષની છે? જાણો આ મહિલા વિશે તમારી આંખો ફાટી જશે!!

મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક તસવીર વાયરલ થઈ ગઈ છે જે કોઈ વૃદ્ધ મહિલાની છે. તેના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા છે જેની ઉંમર 399 વર્ષ છે.

દુનિયામાં ઘણી એવી સંસ્થાઓ છે જે અનેક પ્રકારના રેકોર્ડની નોંધ કરે છે જે પુરાવાના આધારે આ પ્રકારના રેકોર્ડને માન્યતા આપે છે.

આ રેકોર્ડ બુકમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિની કોલમ પણ છે અને આ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે વ્યક્તિ પાસે જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

હાલમાં એક ખૂબ જ વૃદ્ધ મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે મહિલાની આંખો અંદરની તરફ ઘૂસી ગઈ છે અને શરીરની ચામડી સાવ સુકી થઇ ગઇ છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા છે જેની ઉંમર 399 વર્ષ છે.

હકીકતમાં આ તસવીરો ના આધારે તેની ઉંમર માત્ર 399 વર્ષ જણાવવામાં આવી રહી છે જેના પર વિશ્વાસ કરવામાં ઘણો સમય લાગશે એટલે કે આ મહિલા છેલ્લી ચાર સદીઓથી જીવે છે.

લોકો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે અને આ તસવીર સાથે અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

કહેવાય છે કે આ તસવીર એક બૌદ્ધ સાધુ ની છે જે પોતાની જાતને મમ્મી બનાવી રહ્યો છે જ્યારે તસવીરની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ બંને એક જ વ્યક્તિની તસવીરો છે જેથી આ સમાચાર ખોટા હોવાની પુષ્ટી થાય છે.

મિત્રો જે તસવીરો વાયરલ થઇ છે તે તસવીરો અસલી મનુષ્યની છે પરંતુ જે દાવો કરવામાં આવ્યો છે કે તેની ઉંમર 399 વર્ષ છે તે દાવો ખોટો છે.

આપણે જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ ચાર સો વર્ષ જીવે તો વૈજ્ઞાનિકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળશે અને તેના ઉપર સંશોધન શરૂ કરશે. અત્યાર સુધી મનુષ્યની મહત્તમ ઉંમર 150 નક્કી કરવામાં આવી છે.

એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે જો વ્યક્તિને દવાઓ અને સારા આહારની મદદથી સ્વસ્થ રાખવામાં આવે તો પણ થોડા વર્ષો સુધી જ લંબાવી શકાય છે તેનું આયુષ્ય.

આ પ્રકારની તસવીર એક યુઝર દ્વારા tiktok ઉપર શેર કરવામાં આવી હતી અને જે વ્યક્તિએ આ તસવીર શેર કરી છે તે આ વૃદ્ધ વ્યક્તિની પૌત્રી છે. આ વ્યક્તિનું સાચું નામ લુઅંગ ફો એ છે જે એક બૌદ્ધ સાધુ છે.

આ વ્યક્તિની વાસ્તવિક ઉંમર 109 વર્ષની છે અને તે થાઈલેન્ડમાં રહે છે અને હાલમાં તેનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં વિતાવે છે અને આ વ્યક્તિ પોતાના બધા કામો જાતે જ કરે છે.

હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું બિરુદ જાપાનના કેન તનાકાના નામ પર છે જેમની ઉંમર 119 વર્ષ છે જેનો જન્મ 2 જાન્યુઆરી 19૦3 ના રોજ થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.