શહીદ જવાન હરીશ પરમારની અંતિમ ઇચ્છા અધૂરી રહી ગઈ : જાણો તેના પિતાએ શું કહ્યું

મિત્રો ભારત માતાની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવનાર ખેડા જિલ્લાના વણઝારીયા ગામના 25 વર્ષીય યુવાન હરીશ પરમાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે.

જવાનની શહીદીના સમાચાર મળતાં જ આખું ગામ શોકમગ્ન થઇ ગયું હતું અને આજુબાજુના ગામના લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા હતા.

માત્ર 2500 વસ્તી ધરાવતું આ ગામ ખરેખર દેશ પ્રેમ સાથે જોડાયેલું છે કેમકે આ ગામના 25થી 30 જવાનો આર્મી માં જવા માટેની તૈયારી કરી રહ્યા છે.

હરિશ સિંહ પરમાર 2016માં ઇન્ડિયન આર્મી માં જોડાયા હતા ત્યારે તેમનું પોસ્ટિંગ આસામમાં હતું પછી તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા.

હરીશ પરમારના પિતાએ જણાવ્યું કે અમારા દીકરાની અંતિમ ઇચ્છા પૂરી ન થઈ શકી. હરીશ પરમાર છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વણઝારીયા ગામે આવ્યા હતા.

તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી પરંતુ કોરોના કાળ ને કારણે ધામધૂમ પૂર્વક લગ્ન થઈ શકે તેમ નહોતા એટલા માટે લગ્ન મુલતવી રાખ્યા હતા અને લગ્ન પછી કરીશું એમ કહીને બીજી જૂને તેઓ નોકરી ઉપર પરત ફર્યા હતા.

કુદરતે તો કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું, કોને ખબર હતી કે હરીશ પરમાર જયારે ઘરે પાછા આવશે ત્યારે આ હાલતમાં આવશે.

હરીશ પરમારના પિતા રાઘાભાઇ પરમારે જણાવ્યું કે શનિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો કે હરિશસિંહ શહીદ થઈ ગયા છે જે સાંભળતા જ હું ભાંગી પડ્યો હતો સાથે મને ગૌરવ પણ થયું કેમ મારા દીકરાએ માં ભોમની રક્ષા કાજે શહીદી વહોરી લીધી છે.

હરિસિંહ પરમારના મિત્રે જણાવ્યું કે અમે સ્કૂલ સમયથી સાથે અભ્યાસ કરતા હતા અને કોલેજ પણ અમે સાથે જ જોઈન કરી હતી. તેને નાનપણથી જ અભ્યાસમાં ઓછો અને દેશસેવામાં વધારે રસ હતો.

કોલેજના પ્રથમ વર્ષમાં જ તેને આર્મીમાં પ્રવેશ મળતા તેણે કોલેજ છોડી દીધી અને આર્મી જોઈન કરી લીધું.

ભારત માતાની રક્ષા કાજે શહિદ થનાર વીર શહીદ હરીશ સિંહ પરમારના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને તેના પરિવારને આ દુઃખ માથી ઉગરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ.