એક એવું ગામ કે જ્યાં લોકો ચાલતા ચાલતા સુઈ જાય છે પછી ક્યારે ઉઠશે એ કોઈને ખબર નથી..!

મિત્રો આપણે જાણીએ છીએ કે બધા લોકો શરીરને અને મનને આરામ આપવા માટે ઊંઘ સમયસર લેતા હોય છે.

ઘણા એવા લોકો હોય છે જેને ઊંઘની વિકનેસ હોય છે એટલે કે જ્યારે તેને ઊંઘ આવે ત્યારે બધા કામકાજ છોડીને તે સૂઈ જાય છે.

વ્યક્તિ ત્યાં સુધી સૂતો રહે છે જ્યાં સુધી તેની ઊંઘ પૂરી ના થાય.

બધા લોકોના સુવાના સમય અલગ અલગ હોય છે. કોઈક માત્ર ત્રણ-ચાર કલાક સુવે છે તો ઘણા લોકોને 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે.

પરંતુ શું તમે જાણો છો એવા લોકો વિશે જે ચાલતા ચાલતા રસ્તા પર સૂઈ જાય છે.

કઝાકિસ્તાનમાં એક નાનુ ગામ આવેલું છે જ્યાં લોકો ચાલતા ચાલતા રસ્તા ઉપર સૂઈ જાય છે.

આટલું જ નહીં આ લોકો ઉંઘ્યા પછી ક્યારે જાગશે તેની કોઈને ખબર રહેતી નથી કેમ કે સૂતા પછી તે ઘણા સમય સુધી ઊંઘમાં જ રહે છે.

આ ગામનું નામ કલાચી છે. આ ગામના લોકો ઘણું વધારે સુવે છે.

આ ગામના લોકોને ઊંઘવાની રહસ્યમય બીમારી છે. અહીંયા લોકો એક વાર ઊંઘ્યા બાદ મહિનાઓ સુધી ઊંઘયા કરે છે.

2010માં કેટલાય દિવસ સુધી સૂતા રહેવાનો પહેલો કેસ સામે આવ્યો હતો.

જ્યારે ગામના બાળકો સ્કુલે ભણવા જાય છે ત્યારે અચાનક શાળામાં પડી ગયા અને ત્યાં જ ઊંઘવા લાગ્યા હતા ત્યારબાદ ગામમાં પણ બધા લોકો આ અદભુત બીમારીનો શિકાર બનવા લાગ્યા.

વૈજ્ઞાનિકો પણ આ ગામના લોકો પર સતત રિસર્ચ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ બીમારી વિશે વૈજ્ઞાનિકોને કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ આ વાતથી ચોંકી ઉઠયા છે કે આ ગામના લોકો આટલા બધા દિવસો સુધી કેવી રીતે ઉંઘી શકે છે. આ ગામને હવે “સ્લીપી હોલો” કહેવામાં આવે છે.

આ ગામમાં 14 ટકાથી વધારે લોકો આ રહસ્યમય બીમારીથી પીડાઈ રહ્યા છે.

મિત્રો આ અદભુત બીમારી ધરાવતા ગામની વસ્તી 600 લોકોની છે અને સૌથી નવાઇની વાત તો એ છે કે જેમને આ બીમારી છે તેમને તે પણ ખબર પડતી નથી કે તેઓ સૂઈ ગયા છે.

આ ગામના લોકો રસ્તા, જાળીઓ, માર્કેટ, સ્કૂલ અથવા રસ્તા પર કોઈપણ જગ્યાએ ચાલતા ચાલતા સુઈ જાય છે ત્યાર બાદ તેઓ કેટલા દિવસ સુધી સુતા રહેશે તેનો કોઇ અંદાજ નથી.

મિત્રો જાણવા મળ્યું છે કે આ ગામની પાસે પહેલા યુરેનિયમની ખાણ હતી એટલે આ ખાણની ઝેરી અસરને કારણે પણ આ પ્રકારની બિમારી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે હાલ રેડિયેશનનું કોઈ ખાસ પ્રમાણ આ ગામમાં હાજર પણ નથી.

મિત્રો તમારું શું કહેવું આ અજીબોગરીબ બીમારી વિશે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.