ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નહીં થાય EVM મશીનનો ઉપયોગ, જાણો શું થયો ફેરફાર?

મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ મશીનોનો ઉપયોગ નહીં થાય.

આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે બેઠકો પ્રમાણે EVM મશીનની વ્યવસ્થા ન હોવાથી આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આ વખતે દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે.

પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યથી છેલ્લી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાર બાદ નવેમ્બરમાં ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

ખાસ કરીને ભાજપ આ વખતે નો રિપીટ થિયરી અપનાવશે એટલે કે ગઈ ચૂંટણીમાં ભાજપ સમર્થિત જે પણ સરપંચ હતા તેને બદલીને નવો ચહેરો મુકવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયત કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.