ગુજરાત માથે મોટું વીજ સંકટ, આ વિસ્તારમાં વીજ કાપની શક્યતા, સરપંચને કરાય જાણ

મિત્રો આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં હાલ વીજળીની સમસ્યા સર્જાઈ છે. દેશના થર્મલ પાવર સ્ટેશન પાસે માત્ર થોડા દિવસનો જ કોલસો બચ્યો છે ત્યારે મિત્રો દિવાળીના તહેવારો ઉપર આ સમસ્યા સર્જાતા ગુજરાતમાં વીજકાપની સ્થિતિ સર્જાણી છે.

ગુજરાતમાં આટલા વિસ્તારોમાં વીજકાપ રહેવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.

આ અંગે PGVCL અને UGVCL દ્વારા ગામડાના સરપંચને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી કોલસાની અછત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વીજકાપ રહેશે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામોમાં બપોરના સમયે વીજકાપ રહેશે આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં વીજકાપની શક્યતા છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વીજકાપની શક્યતા જણાઈ રહી છે.

જોકે વીજકાપ અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કોલસાની અછતને જોતા એવું લાગી રહ્યું છે કે આટલા વિસ્તારની અંદર વીજકાપ થઇ શકે છે.

કોલસાની અછતને કારણે હાલમાં પૂરતી વીજળી ઉત્પન્ન થતી નથી જેના કારણે વીજ કાપ મૂકવો ખૂબ જ જરૂરી છે નહિંતર મોટી કટોકટી આવી શકે છે.

ભારતમાં કોલસાની 75% જરૂરિયાત સ્થાનિક ખાણો દ્વારા જ પૂરી કરવામાં આવે છે પરંતુ ભારે વરસાદને કારણે ખાણોની અંદર પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે મહત્વના માર્ગો બંધ થવાથી કોલસાની અછત સર્જાણી છે આથી કોલસાની અછત છ મહિના સુધી રહેવાની શક્યતા છે.

કોલસાની અછત થવાના મુખ્ય બે કારણો છે એક કે કોરોના મહામારી બાદ ઔદ્યોગિક માંગમાં મોટો ઉછાળો થયો છે કે પછી સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

તહેવારની સીઝનની પહેલા દેશમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે તે જોતા હવે ગુજરાતમાં અંધારપટ છવાઈ તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.