ગુજરાત ઉપર મોટું વીજ સંકટ, ગુજરાતના લોકો ખાસ જોઈ લો
મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં કોલસાની અછતને કારણે મોટું સંકટ મંડરાય રહ્યુ છે ત્યારે તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જ નિવેદન આપ્યું હતું કે બધુ સબસલામત છે કોઈ વીજળીનો પ્રશ્ન ઊભો થવાનો નથી.
હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્રની પોલ ખૂલી ગઈ છે. વીજકાપની સમસ્યાને લઈને લોકોમાં ઠેરઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે
મનપા અને નગરપાલિકામાં કેટલીક કલાકનો વીજકાપ રહે છે જયારે ગામડાઓમાં પરોક્ષ રીતે ખેતીવાડીમાં વીજકાપ મૂકવામાં આવે છે.
સરકારી અધિકારીઓની બેધારી નીતિ સામે આવી રહી છે, ઉદ્યોગોમાં કોઈ પ્રકારનો વીજ કાપ મૂકવામાં નથી આવતો જયારે ખેતીવાડીમાં સિંચાઈમાં લોડ સેટિંગના નામે વીજકાપ મૂકવામાં આવે છે. આ પ્રકારનો અન્યાય ખેડૂતો સાથે થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા આઠ કલાક વીજ પુરવઠો ન અપાતો હોવાની ફરિયાદ સામે આવી છે અને જો આઠ કલાક વીજપુરવઠો આપવામાં આવે તો તેમાં પણ વચ્ચે વીજકાપ આવે છે.
જો પૂરતો વીજ પુરવઠો ના મળે તો સમગ્ર વાવેતરમાં પિયત કરવુ મુશ્કેલ બની જાય છે.
એક તરફ રાત્રે વીજ પુરવઠો અપાય છે અને બીજી તરફ રાત્રે કાપ મુકવામાં આવે છે ત્યારે ખેડૂતોને ઉજાગરા કરવાનો વારો આવે છે.
આ સાથે સ્થાનિક લોકોને પણ વીજ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તમારે પણ વીજ સંકટનો સામનો કરવો પડતો હોય તો તમારા વિસ્તારનું નામ કોમેન્ટ અવશ્ય કરજો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.
આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.