તો…અંધારપટ છવાઈ જશે !! આ 10 રાજ્યોમાં કોલસાની અછતની ગંભીર સમસ્યા

મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે ભારતમાં ફરીથી વીજળીનું મોટું સંકટ ઊભું થવાને આરે છે.

યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 10 રાજ્યોમાં કોલસાની ભારે અછત સર્જાણી છે. વીજળીની વધતી માંગ અને કોલસાની અછતને કારણે કાપમાં વધારો થયો છે અને ઘણા વર્ષો પછી મહારાષ્ટ્ર ફરજિયાત વીજકાપની સ્થિતિ સર્જાઈ છે.

એક રિપોર્ટ પ્રમાણે દેશના પાવર પ્લાન્ટમાં કોલસાના ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આ ઉપરાંત જેમ જેમ ગરમી વધશે તેમ વીજળીની માંગ પણ ઝડપથી વધશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે જેના કારણે વીજળીની માગમાં વધારો થશે જેથી દેશના ઘણા બધા ભાગોમાં પાવર કાપ શરૂ થઈ ગયો છે.

ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને તેલંગણામાં કોલસાની અસર સર્જાણી છે.

દેશના મુખ્ય ઔદ્યોગિક ગણાતા મહારાષ્ટ્રમાં પણ ઘણા વર્ષો પછી મોટું વિજળી સંકટ ઊભું થયું છે. મહારાષ્ટ્ર 28 હજાર મેગાવોટની વિક્રમી માંગ છે જે ગત વર્ષ કરતાં ચાર હજાર મેગાવોટ વધુ છે.

કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે. સિંહે જણાવ્યું કે કોલસાની કટોકટીનો સામનો કરવા માટે અને વીજ ઉત્પાદન ચાલુ રાખવા માટે કેન્દ્ર સરકાર ખાણોની નજીકના પ્લાન્ટ્સ માટે લિન્કેજ કોલસા પર રાજ્યોને 25% ટોલિંગ સુવિધા આપશે.

કાળઝાળ ગરમી વચ્ચે દેશભરમાં વીજળીનું મોટું સંકટ ઊભું થવાને આરે છે કારણ કે 10 રાજ્યોમાં કોલસાની માંગ કરતા પુરવઠો ઓછો થઈ ગયો છે જે હવે ગંભીર પરિણામો તરફ દોરી જાય તેવું લાગી રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.