દેશની માથે મોટું વીજ સંકટ : આ રાજ્યમાં થઈ જશે અંધારપટ, જાણો તમારું રાજ્ય છે કે નહીં?

મિત્રો ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં જ સમગ્ર દેશમાં વીજળીનું સંકટ ખૂબ જ ઘેરૂ બની ગયું છે.

દિવસેને દિવસે વીજળીની માંગ વધતી જઈ રહી છે અને હાલમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે દેશના 85 પાવરપ્લાન્ટમાં કોલસો ખતમ થવા જઈ રહ્યો છે.

કાળઝાળ ગરમી વચ્ચે હાલમાં દેશમાં ભીતિ સેવાઈ રહી છે. દેશમાં વીજળીની માંગ એટલી બધી વધી ગઈ છે કે તેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ વીજળીની માંગ 201 GW નોંધવામાં આવી હતી.

હજી તો એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં જ આવી પરિસ્થિતિ સર્જાઈ છે તો મે અને જૂન મહિનામાં શું દશા થશે? હાલમાં 201 GW ની માંગ છે તો મે અને જૂન મહિનામાં વધીને 215 થી 220 GW શકે છે.

હાલમાં દેશના 85 પાવર પ્લાન્ટમાં કોલસાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને કારણે અવારનવાર પાવર કાપવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે.

પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલવે રેકની અછતના કારણે કોલસો મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે રેલ્વે પ્રધાન બંસલનું કહેવું છે કે પહેલા 301 રેક આપવામાં આવતા હતા અને હવે કોલસા મંત્રાલયના કહેવા પ્રમાણે 405 રેક આપવામાં આવ્યા અને હાલમાં અમે 415 રેક આપી રહ્યા છીએ.

મિત્રો આપણા દેશના મોટા થર્મલ પાવર પ્લાન્ટની વાત કરીએ તો સમગ્ર દેશમાં એકંદરે 85 થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થવાના આરે છે જેમાં રાજસ્થાનમાં સાતમાંથી છ, પશ્ચિમ બંગાળના તમામ છ, ઉત્તર પ્રદેશમાં ચારમાંથી ત્રણ, મધ્યપ્રદેશના ચારમાંથી ત્રણ પ્લાન્ટ, મહારાષ્ટ્રમાં સાતમાંથી સાત પ્લાન્ટ અને આંધ્ર પ્રદેશના તમામ ત્રણ પ્લાન્ટમાં કોલસો ગંભીર સ્થિતિને પહોંચી ગયો છે.

ઉત્તર પ્રદેશ પાસે માત્ર સાત દિવસનો કોલસો બચ્યો છે. હરિયાણા પાસે આઠ દિવસનો રાજસ્થાન પાસે માત્ર 17 દિવસનો જ કોલસો બચ્યો છે.

મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢમાં પણ આવી સ્થિતિ છે.

જો કોલસાની આ ગંભીર સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં વીજ સંકટ ઊભું થશે અને અંધારપટ છવાઈ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.