એક યુનિટની વીજચોરી કરશો તો પણ પકડાઈ જશો, સરકારનો મોટો નિર્ણય

આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં અને શહેરોમાં વિજચોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે અને તેને અટકાવવા માટે સરકાર વિવિધ પગલાં ભરતી હોય છે.

વીજ ચોરીને અટકાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે.

આ યોજનાને લઈને ગુજરાત સરકારે પણ તૈયારી દર્શાવી છે જેથી હવેથી એક યુનિટની પણ જો તમે વીજચોરી કરશો તો તમે પકડાઈ જશો કેમકે વિજય ચોરીની જગ્યાના લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને મળી જશે.

આપણે જાણીએ છીએ કે ચોરી અટકાવવા માટે જ્યારે અધિકારીઓ ગામડાઓમાં આવે છે ત્યારે તેના ઉપર અવાર નવાર હુમલાઓ થતા આવે છે જેને લઇને સરકાર જાગૃત થઈ ગઈ છે અને વીજચોરીને સંપૂર્ણ રીતે ખલાસ કરવા માટે નવી યોજના અમલમાં મૂકવા જઇ રહી છે.

કેન્દ્ર સરકારની સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે. સ્કાડા નામની આ યોજના ઉર્જા વિભાગની 4 કંપનીઓમાં લાગુ થશે.

આ યોજનામાં તમામ વીજ મીટરો બદલાવામાં આવશે જે બાદ એક યુનિટની વીજચોરી પણ પકડાઇ જશે.

આગામી સમયમાં કેન્દ્ર સરકારની આ ૨૩૨૦૦૦ કરોડની યોજના ગુજરાતમાં લાગુ થશે.

પછી દરેક મીટરનું મોનીટરીંગ કરવામાં આવશે આ ઉપરાંત પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની તમામ માહિતી વીજકંપનીઓને મળતી રહેશે.

વીજચોરીના કારણે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે જેને કારણે સરકાર દ્વારા આ પ્રકારની યોજના જલ્દીથી અમલમાં મુકવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.