વિડીયો બનાવવાના ચક્કરમાં આ યુવક જીવતી માછલી ગળી ગયો અને થયુ મોત

મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે અને સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

લોકો જલ્દીથી ફેમસ થવા માટે સોશિયલ મીડિયા ઉપર અવનવા ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.

આ ઉપરાંત લોકો પોતાના જીવના જોખમે અજીબો-ગરીબ કારનામા કરીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા હોય છે.

ઘણી વખત આવું કરવામાં લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે અને ક્યારેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

આજે આપણે એવા યુવકની વાત કરીશું જેણે સોશિયલ મીડિયામાં વિડિયો મુકવા માટે જીવતી માછલીને ગળી ગયો.

આ ઘટના તમિલનાડુના એક શહેરની છે જ્યાં 22 વર્ષીય યુવાને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે એક જીવતી માછલીને ગળી ગયો અને માછલી ગળામાં ફસાઇ જતાં તેનું મોત થયું.

સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં જીવતી માછલી ગળી જનારા 22 વર્ષીય યુવાનનું નામ એસ વેટરીવેલ હોવાનું જાણવા મળ્યું છે જે કડિયા કામ કરતો હતો.

આ યુવાન તેના મિત્રો સાથે તળાવમાં માછલી પકડવા માટે ગયો હતો અને આ તમામ મિત્રો એ દારૂ પીધો હતો અને નશામાં હતા.

તળાવ પર જઈને આ યુવાને જીવતી માછલી ગળી જવાનો વિડીયો બનાવ્યો પરંતુ આ માછલી તેના ગળામાં ફસાઈ ગઈ પછી આ યુવક શ્વાસ ના લઈ શક્યો.

આ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

તો મિત્રો આપણે પણ આ કિસ્સામાંથી શીખ લેવાની છે કે ક્યારેય પણ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાના જીવને જોખમમાં ના મુકવો જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.