ગુજરાતીઓ સાવધાન / વાહન લઈને ઘરની બહાર નિકળતા પહેલા જોઈ લો આ વિડીયો નહિતર પસ્તાશો

મિત્રો ગુજરાત પોલીસ દ્વારા આગામી 6 માર્ચથી લઈને 15 મી માર્ચ સુધી એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમય દરમિયાન જો કોઇ વાહનચાલક હેલ્મેટ વિના કે પછી કારમાં સીટબેલ્ટ બાંઘ્યો નહીં હોય તો પણ દંડ થશે.

આ ઉપરાંત પોલીસ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે supreme court committee on road safety દ્વારા રાજ્યની સમયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં road safetyની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યા છે કે રાજ્યમાં થતા અકસ્માતો ઘટાડવા માટે તેમજ ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થાય અને તેની અમલવારી થાય તે માટે કડક પગલા લેવા જોઈએ.

આ ઉપરાંત હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવા માટે જણાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે આગામી 6 થી 15 માર્ચ સુધી ગુજરાતમાં પોલીસની ખાસ ડ્રાઈવ યોજાવાની છે.

આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ દાખલ કરવામાં આવશે.

એટલા માટે ખાસ સમયગાળા દરમિયાન જો તમે ઘરની બહાર નીકળવાના હોય વાહન લઇને તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

જો તમે સીટબેલ્ટ બાંઘ્યો હોય અથવા હેલ્મેટ નથી પહેર્યું હોય તો પોલીસ દ્વારા તમારા ઉપર નિયમ ભંગનો કેસ લગાવવામાં આવશે અને દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત શહેર અને જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો અહેવાલ પણ ઉપર સોંપવાનો રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.