આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, થઈ જાવ સાવધાન, હવામાન વિભાગની મોટી આગાહી

ઉત્તર ભારતના મોટાભાગના રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દેશના દરિયાકાંઠા સાથે જોડાયેલા રાજ્યમાં વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રના બે જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પૂર્વ અરબી સમુદ્રમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેના કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના રીપોર્ટ અનુસાર 11 અને 12 નવેમ્બરની વચ્ચે ઉત્તર તટીય તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

IMD અનુસાર કેરળ અને પોંડિચેરીમાં પણ 8 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે જેથી માછીમારોને તમિલનાડુ, આંધ્ર પ્રદેશના દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને જે માછીમાર દરિયામાં હોય તેને ઝડપથી દરિયાકાંઠે આવી જવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં ફેરફાર થશે અને કમોસમી વરસાદ પડશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવા ઝાપટા પડી શકે છે.

આ પ્રકારની આગાહીના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મગફળી ખેતરમાં પડેલી છે અને કપાસ ઉતારવાનું બાકી છે અને આ સમયે જો માવઠું થશે તો મહેનત પર પાણી ફરી વળશે અને ખેડૂતોને વધારે નુકસાની ભોગવવાનો વારો આવશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.