નવા વર્ષે વૈષ્ણોદેવી મંદિરમાં મોટી દુર્ઘટના : 12 લોકોનાં મોત, 26 થી વધુ ઘાયલ

મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ માતા વૈષ્ણો દેવીના મંદિરમાં ભાગદોડ મચી હતી જેમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાની પોલીસે જણાવ્યું છે કે હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ મંદિરમાં થયેલા ભાગદોડના કેટલાક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

નવા વર્ષના પ્રસંગ ઉપર ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમ્યાન ભાગદોડ મચી હતી જેના કારણે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પાછા ફરી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વૈષ્ણોદેવી મંદિર માં ભાગદોડને કારણે 12થી વધુ લોકોના મોત થયા છે અને મરનારાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત 26 થી વધુ લોકો ઘાયલ થયા છે જેને ત્યાંની નારાયણના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ભાગદોડનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

જે લોકો ઘાયલ થયા છે તેમાંથી પણ ઘણા લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે જેને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.