ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પહેલા જાણી લેજો આ નિયમો, નહિતર થશો જેલ ભેગા!

મિત્રો ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં પતંગ રસિકો ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને થનગની રહ્યા છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે પતંગ રસિકો માટે આ પર્વમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

ઉતરાયણ પર્વ ઉપર કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ધાબા ઉપર ભીડ ભેગી નહીં કરી શકાય.

આ ઉપરાંત બહારના લોકોને પણ બોલાવી શકાશે નહીં એટલે કે સરકારે મિત્રો અને સંબંધીઓ સાથે પતંગ ચગાવવાનું નહીં પરંતુ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મંજૂરી આપી છે.

જો આ નિયમોનો ભંગ થશે તો જવાબદારી જે તે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની રહેશે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર અને ડીજે પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જાહેર સ્થળો અને રસ્તાઓ ઉપર પણ એકત્રિત થઈને પતંગ ઉડાડી નહીં શકાય.

ઉતરાયણને લઈને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ:

કોઇપણ જાહેર સ્થળ, ખુલ્લુ મેદાન કે રસ્તાઓ પર લોકો એકત્રિત થઇ શકશે નહીં અને પતંગ ઉડાડી શકશે નહીં.

પતંગ ચગાવવા માટે કોઈપણ વ્યક્તિ માસ્ક વિના મકાન, ફ્લેટના ધાબા, અગાશી કે સોસાયટીના મેદાનમાં એકત્રિત થઈ શકશે નહીં.

આ ઉપરાંત લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે અને સેનેટાઈઝર વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે.

મકાન, ફ્લેટના ધાબા, અગાશી કે સોસાયટીના મેદાનમાં માત્ર ત્યાના રહીશ સિવાય કોઇપણ અન્ય વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં.

આ સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત લાઉડ સ્પીકર, ડીજે અથવા કોઈપણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ મકાનના ધાબા કે ફ્લેટના ધાબા સોસાયટીના મેદાનમાં વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૬૫ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડિત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને દસ વર્ષથી ઓછી વયના બાળકોએ ઘરમાં જ રહેવું સલાહભર્યું છે.

કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણ સ્લોગન કે ચિત્ર પતંગ પર લખી કે દોરી શકશે નહીં.

કોર્ટની સૂચનાઓ પ્રમાણે ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેટર્ન, સિન્થેટિક કે કાચ પાયેલા માંઝા, પ્લાસ્ટિક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે.

ઉપરની સૂચનાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અને ઇન્ડિયન પીનલ કોડ 1860 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.