જો તમારા મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવતી હોય તો આ ઉપાય અપનાવો, ખાવા માત્રથી દિવસ દરમિયાન મોઢું રહેશે એકદમ ફ્રેશ

મિત્રો આપણે રોજિંદા જીવનમાં ડ્રાયફ્રુટ તો ખાતા જ હોઈએ છીએ, જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે.

મિત્રો આજે આપણે વાત કરીશું પિસ્તા વિશે કે પિસ્તામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન બી, વિટામિન કે, ફોલેટ આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે.

પિસ્તાનું રોજ સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. પુરુષોમાં યૌન સંબંધિત ફરિયાદ પણ રહેતી નથી.

આ ઉપરાંત યાદશક્તિ પણ તેજ બને છે. વિટામિન બી 6, પ્રોટીન, કોપર અને ફોસ્ફરસના કારણે ઘણી બધી બિમારીઓથી આપણે બચી શકીએ છીએ.

પિસ્તાનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ.

પિસ્તામાં એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે જે આપણા શરીરને અનેક જીવલેણ રોગોથી બચાવે છે.

પિસ્તામાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર 28 ગ્રામ પિસ્તામાં લગભગ 159 કેલરી હોય છે જે અન્ય ડ્રાયફ્રૂટ્સની સરખામણીમાં ઘણી ઓછી છે.

પિસ્તામાં વિટામિન બી6 વિપુલ માત્રામાં હોવાથી રક્તવાહિનીઓમાં ઓક્સિજનનું પ્રમાણ અને રક્ત પરિભ્રમણને સુધારે છે.

દરરોજ પિસ્તાનું સેવન કરવાથી આપણા શરીરમાં હિમોગ્લોબીન ઉત્પન્ન કરવામાં પણ ખૂબ જ મદદ મળે છે જેના કારણે ઓક્સિજનનો પ્રવાહ વધુ સારી રીતે થાય છે.

પિસ્તામાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોવાને કારણે શરીરને ઊર્જા મળે છે અને તેના સેવન કરવાથી વારંવાર ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.

પિસ્તામાં એન્ટિ ઓક્સિડન્ટ, લ્યુટીન વિપુલ પ્રમાણમાં હોવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને નિયમિત તેનું સેવન કરવાથી આંખના અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે.

આ ઉપરાંત વિસ્તારમાં જોવા મળતા ગુણોને કારણે વાળ ખરવા, શુષ્ક વાળ અને નિર્જીવ વાળની સમસ્યા દૂર થાય છે અને નિયમિત સેવન કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે.

પિસ્તા ખાવાથી મોઢાની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.

પેટ સાફ નો રાખવાને કારણે ઘણીવાર આપણને કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે અને જેને કારણે આપનું પાચનતંત્ર ખરાબ થાય છે અને મોં માંથી દુર્ગંધ આવવા લાગે છે પરંતુ પિસ્તામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં.

તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.