રસોડામાં રહેલી ડુંગળીનો ઉપયોગ કરી માત્ર પાંચ મિનિટમાં બળી ગયેલા વાસણને સાફ કરો અને ચકચકાટ બનાવો

મિત્રો ઘરમાં મહિલાઓ સવારથી સાંજ સુધી રસોડામાં ઘણું બધું કામ કરતી હોય છે. ક્યારેક ઉતાવળમાં અથવા કોઈ અન્ય કારણોસર રસોઈ બનાવતી વખતે જમવાનું બળી જતું હોય છે અથવા તો વાસણો કાળા થઈ જતા હોય છે.

મહિલાઓ હંમેશા વાસણોને મોતીની જેમ ચમકતા રાખે છે પરંતુ કેટલીકવાર વાસણો સાફ કરવામાં મુશ્કેલી આવી જાય છે.

ખાસ કરીને બળી ગયેલા વાસણો વગેરે સાફ કરવા મુશ્કેલ ભર્યુ થઈ જાય છે પરંતુ તમે માત્ર પાંચથી દસ મિનિટમાં જ બળેલા વાસણોને સાફ કરી શકો છો અને એ પણ માત્ર તમારા ઘરમાં રહેલી ડુંગળીથી.

બળેલા વાસણને ચમકદાર બનાવવા માટે તમારે સૌ પહેલા ડુંગળી લેવાની છે અને તેની છાલ કાઢી લેવાની છે ત્યારબાદ બળેલા વાસણમાં એક ચમચી ખાવાનો સોડા નાખો અને બ્રશની મદદથી ઘસો અને આ પછી ડુંગળીને વચ્ચેથી કાપીને તેને ઉંધી કરીને રગડો.

થોડીવાર આવું કર્યા પછી તેમાં ગરમ પાણી નાખીને 15 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ વાસણને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સ્વચ્છ કપડાથી સાફ કરી લો વાસણ એકદમ ચમકવા લાગશે.

બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે સૌ પ્રથમ એક બાઉલ લેવાનું છે ત્યારબાદ તેમાં અડધો કપ વિનેગર અને અડધો કપ ડુંગળીનું પાણી ઉમેરવાનું છે. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને તેને બળી ગયેલા વાસણમાં નાખો.

ત્યારબાદ તેને દસ મિનિટ સુધી રહેવા દો પછી વાસણને ગેસ પર મૂકીને 2 મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો અને પાણી બહાર કાઢીને બ્રશથી ઘસો આવું કરવાથી તમારું બળી ગયેલું વાસણ સાફ થઈ જશે.

બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમે ડુંગળીની છાલનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે સૌ પહેલા બનેલા વાસણમાં પાણી ભરવાનું છે પછી પાણીમાં 5 થી 6 ડુંગળીની છાલ નાખીને પાણીને ઉકાળો પાણીને લગભગ પાંચ થી આઠ મિનિટ સુધી ઉકળવા દો.

ત્યારબાદ તેને બ્રશથી સાફ કરો અને તળિયા પણ સામાન્ય સાબુથી ધોઈ લો આટલું કરવાથી તમારૂ વાસણ સાફ થઈ જશે.

આ ઉપાય દ્વારા તમે દરેક વાસણો સાફ કરી શકો છો. ડુંગળીની મદદથી બળેલા વાસણો અને સરળતાથી સાફ કરી શકાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.