100 રૂપિયા નહીં પણ 60 રૂપિયા પ્રતિ લીટર મળશે આ ઈંધણ, મોદી સરકારનો માસ્ટરપ્લાન

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ તો  વધતા જાય છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પાર પહોંચી ગઈ છે ત્યારે સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.

તેથી હવે સરકાર કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે અને વડાપ્રધાન મોદી પણ કઈ રીતે ભાવ નીચા કરવા તેના ઉપર પ્રયાસ કરી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર આગામી છ મહિનાથી લઈને આઠ મહિનામાં euro-6 ઉત્સર્જન ધોરણ હેઠળ ફ્લેક્સ ફયુલ એન્જિન ઉત્પાદન કરવા માટે તમામ વાહન ઉત્પાદક કંપનીઓને કહેવામાં આવશે.

ફ્લેક્સ ઇંધણ કે જેને લચીલું બળતણ કહેવામાં આવે છે જે ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણથી બનાવવામાં આવે છે.

ફ્લેક્ષ એન્જિન વાહનો બાય ફયુલ એન્જિન વાહનોથી સંપૂર્ણ અલગ છે. બાય ફયુલ એન્જિનમા અલગ-અલગ ટાંકી હોય છે જ્યારે ફ્લેક્સ એન્જિનમાં તમે એક જ ટાંકીમાં વિવિધ બળતણ રાખી શકો છો.

આવા એન્જિનની રચના ખાસ પ્રકારની હોય છે. નીતિન ગડકરી વાહનોમાં આ પ્રકારના એન્જિન લગાવવાની વાત કરી રહ્યા છે.

આ એન્જિનવાળા વાહનોમાં પેટ્રોલ ડિઝલની જરૂર નહીં પડે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ઇથેનોલની કિંમત 60 થી 62 રૂપિયા પ્રતિ લીટર હશે જે ફ્લેક્ષ એન્જિન વાહનો પર ચાલશે.

આવી રીતે પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં લોકો 30થી 40 રૂપિયા પ્રતિ લીટરની બચત કરી શકશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.