જો તમે રાત્રે પેશાબ કરવા ઉઠતા હોવ તો થઈ જાવ સાવધાન, નહિતર પસ્તાવાનો વારો આવશે

જો અઠવાડિયામાં એકાદ વાર રાત્રે પેશાબ કરવા માટે ઊભા થવું પડતું હોય તો તે સામાન્ય ગણી શકાય પરંતુ આવી ઘટના તમારી સાથે રોજબરોજ બનતી હોય અથવા રાત્રે બે-ત્રણ વખત પેશાબ કરવા માટે જવું પડતું હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ભયંકર ચેતવણી સમાન છે.

આ પ્રકારનો પ્રૉબ્લેમ મોટે ભાગે મહિલાઓમાં જોવા મળે છે જેને નોકટરીયા કહેવામાં આવે છે જે તમારા એનર્જી લેવલને ડાઉન કરે છે જેની સીધી અસર તમારા આરોગ્ય ઉપર પડે છે.

જો રોજ રાત્રે તમારે પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય તો તમારે તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેની સલાહ લેવી જોઈએ કેમકે આની પાછળ ઘણી ખરાબ કન્ડિશન પણ હોઈ શકે છે જેવીકે…

1. એન્ટીડયુરેટીક હોર્મોન:

આ પ્રકારનું હોર્મોન તમારી કિડનીમાં પ્રવાહીને નિયંત્રિત કરે છે તેથી જો તેમાં કોઈ ખરાબી સર્જાય તો તમને ઘડીએ ઘડીએ પેશાબ કરવા જવું પડતું હોય છે.

આ પ્રકારની સ્થિતિ ઉંમર વધવાની સાથે ઉત્પન થાય છે જે મોટાભાગે ૪૦ વર્ષની વયની આસપાસ થતું હોય છે પણ જો પહેલા જ આવી અસર શરૂ થઈ જાય તો ડોક્ટરને અવશ્ય મળવું જોઈએ.

2. પગમાં સોજા:

શરીરના નીચેના ભાગમાં પ્રવાહીના ભરાવાથી પગમાં સોજો આવે છે. આ બીમારીના કારણે તમારે વારંવાર પેશાબ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

3. વધુ પડતું મોટું ગર્ભાશય અથવા અંડકોષ:

ઘણી વખત કોઈ બીમારીને કારણે ગર્ભાશય અથવા અંડકોષ મોટું થતું જાય છે અને આવી સ્થિતિમાં તે બ્લેડર ઉપર વધારે ભાર કરે છે જેના કારણે તમારે વારંવાર પેશાબ જવું પડે છે.

4. યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન:

જો મૂત્રાશયના ઇન્ફેક્શન જેવા રોગ હોય તોપણ વારંવાર પેશાબ જવાની સ્થિતિ પેદા થાય છે.

જો આવું થાય તો ડોક્ટરને અવશ્ય મળવું જોઈએ. UTI ના કારણે ફક્ત સૂતી વખતે જ નહિ પરંતુ દિવસ દરમિયાન પણ તકલીફ આપે છે.

5. ડાયાબિટીસની શક્યતા:

જો રાત્રે વારંવાર પેશાબની સમસ્યા રહેતી હોય તો ડાયાબિટીસની સમસ્યા હોઈ શકે છે અથવા ડાયાબિટીસ થવાની સંભાવના રહેલી હોય છે.

6. બ્લેડર પર પ્રેશર:

વારંવાર પેશાબ જવા પાછળનું કારણ ઉંમર અથવા vaginal child બર્થ હોઈ શકે છે કેમ કે આનાથી પેલ્વિક મસલ્સ નબળા પડે છે જેને કારણે બ્લેડર પર ખૂબ જ પ્રેશર આવે છે.

7. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ:

આ પ્રકારના પ્રોબ્લેમ મોટાભાગે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ દરમિયાન થાય છે અને પેશાબ કરતી વખતે બળતરા જેવા પ્રોબ્લેમ થાય છે.

8. પ્રોસ્ટેટ પ્રોબ્લેમ:

જો તમને પ્રોસ્ટેટ પ્રોબ્લેમ હોય તો પણ રાત્રે પેશાબ માટે ઊઠવું પડી શકે છે કેમકે આ પરિસ્થિતિમાં તેમનું બ્લેડર સંપૂર્ણ રીતે ખાલી નથી થતું અને તેથી થોડી થોડી વારે પેશાબ જવું પડે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.