હવામાન વિભાગની મોટી આગાહી આગામી 13 વર્ષ અમદાવાદ માટે ખૂબ જ ભારે, અમદાવાદવાસીઓ ખાસ જુઓ

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી પણ વધુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ વધુ રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે તેમ છતાં રાત્રે અને વહેલી સવારે ભેજવાળા પવનોના કારણે સામાન્ય ઠંડી પણ જોવા મળી રહી છે.

હવામાન વિભાગના સૂત્રો પ્રમાણે આગામી દિવસોમાં અસહ્ય ગરમીની શરૂઆત થવાની પણ શક્યતા છે.

IMD ની આગાહી પ્રમાણે માર્ચ મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ધમધમતો તાપ જોવા મળશે અને મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધુ રહેવાની શક્યતા છે.

રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે.

આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાનમાં અને પાકિસ્તાનની સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાઇ શકે છે.

આપણે જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી સમસ્યા જળવાયુ પરિવર્તન છે.

ભારત સહિત દુનિયાના લગભગ મોટાભાગના દેશો જળવાયુ પરિવર્તનનો શિકાર બની રહ્યા છે.

આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં દુનિયાને ખરાબ પરિણામો ભોગવવાનો વારો આવશે.

ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે વર્ષ 2035 સુધીમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં વસવાટ ધરાવનાર એક કરોડ દસ લાખ લોકો ઉપર આગ ઝરતી ગરમીનું ગંભીર સંકટ ઉત્પન્ન થઇ શકે છે એટલે કે શહેરની આટલી વિશાળ પ્રજા ભઠ્ઠીની માફક ગરમીમાં શેકાવુ પડી શકે છે.

ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટમાં પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જે ખતરાની ઘંટી સમાન છે.

જે પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વાતાવરણ બદલવાને કારણે જરૂર કરતાં વધારે અથવા ઓછો વરસાદ પૂરની સ્થિતિ અથવા દિવસે ગરમીનો સામનો કરવો પડી શકે છે આટલું જ નહીં વધતા તાપમાનને કારણે ભારતમાં કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.