ગુજરાતમાં માવઠાનો કહેર, ભુકા બોલાવે છે વરસાદ : જુઓ લાઇવ વિડિયો

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આજ સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો છે.

બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ઉપરાંત આજે ડીસા અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા કેમ કે કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ તરફ હિંમતનગરમાં પણ કમોસમી વરસાદ ખાબકયો હતો અને જૂનાગઢમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

આજે બપોર બાદ સુરતના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો.

માવઠાને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે આ ઉપરાંત હાલમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી, ઠંડી અને હવે વરસાદના વર્તારાથી લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

અમદાવાદના બાપુનગર, નિકોલ-નરોડા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા. આ ઉપરાંત ગાંધીનગરના કલોલમાં પણ કમોસમી વરસાદ શરૂ થતાં ધરતી પુત્રો ચિંતામાં મુકાઈ ગયા હતા.

આ ઉપરાંત શુક્રવારે દમણ, દાદરા નગર હવેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી એપીએમસીમાં કપાસ, ઘઉં, એરંડા અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે પણ બહુચરાજી એપીએમસીમાં કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે પાક પડી ગયો હતો.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને કારણે પાલનપુર, ધાનેરા, વડગામ, ડીસા, થરાદ, વાવ, કાંકરેજ તાલુકામાં ધીમીધારે વરસાદ પડયો હતો.

કમોસમી વરસાદને કારણે એરંડા, જીરૂ અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે.

મિત્રો હાલમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઘણા બધા વિસ્તારની અંદર ઝાપટા અને હળવો વરસાદ પડી રહ્યો છે.

મિત્રો તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ જય જવાન જય કિસાન.

Credit : GK & Current Affairs

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.