આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી!! જુઓ તમારો વિસ્તાર છે કે નહીં?

મિત્રો દેશના ઘણા બધા રાજ્યોમાં માર્ચ મહિનામાં એટલી ગરમી પડી જેટલી ગરમી જૂન જુલાઈ મહિનામાં પડે છે. 121 વર્ષ બાદ સૌથી ગરમ માર્ચ મહિનો જોવા મળ્યો હતો ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ તાપમાનનો પારો ઊંચે ચડવા લાગ્યો છે.

હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં તીવ્ર ગરમીના મોજાની ચેતવણી જાહેર કરી છે જોકે કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં સતત 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોમાં હિટવેવની સ્થિતિ ઉત્પન્ન થવાની છે.

આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઉત્તર મધ્યપ્રદેશના કેટલાક ભાગો રાજસ્થાન અને ગુજરાતના ભાગોની અંદર અને ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણામાં પણ હીટ વેવની શક્યતા જોવામળી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી આવતા મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવન આગામી પાંચ દિવસ સુધી અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે.

2-3 એપ્રિલ વચ્ચે પશ્ચિમ બંગાળ, સિક્કિમના ઉતરી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘાલયમાં 3 થી 4 એપ્રિલના રોજ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 121 વર્ષમાં પ્રથમ વખત માર્ચ મહિનામાં સૌથી વધારે ગરમી પડી હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીમાં આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં સામાન્ય રીતે ગરમ પારો અને ઓછો વરસાદ હતો જેના કારણે દક્ષિણ ભારતની હવામાન પ્રણાલી પણ પ્રભાવિત થઈ હતી.

આ વર્ષે સમગ્ર દેશમાં માર્ચ મહિનાનું સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે છેલ્લા 121 વર્ષમાં સૌથી વધુ હતું.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.