હોળી પહેલા રાજ્યમાં કમોસમી વરસાદની જોરદાર આગાહી : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન પણ હોઈ શકે છે.
હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે જો વરસાદ થાય તો ખેતરમાં રહેલા પાકને નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની પણ સંભાવના છે જેને લઇને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન નું પ્રમાણ યથાવત જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ વગેરે જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત ઉપર મંડાઈ રહી છે.
જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે.
અમદાવાદ,ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો તો ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે તેમની આગાહી પ્રમાણે આગામી 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવો વરસાદ થવાની શક્યતા છે.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.