રેઇનકોટ કાઢી રાખજો, આ તારીખે ગુજરાતમાં માવઠું ભુક્કા બોલાવશે! ખેડૂતો ખાસ જુઓ

ખેડૂત મિત્રો માટે ફરીથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.

ચોમાસામાં અતિભારે વરસાદ પડ્યા બાદ, વાવાઝોડાનો માર સહન કર્યા બાદ અને શિયાળાની શરૂઆતમાં પણ માવઠું સહન કર્યા બાદ ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે.

જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, ડીસા વગેરે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

વરસાદની આ સિસ્ટમ દૂર થયા બાદ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે અને નવા વર્ષથી જ રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી ચાર પાંચ દિવસ ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેશે.

પરંતુ બે દિવસ એટલે કે 25 અને 26 ડિસેમ્બરે લગભગ હવામાન પણ સાફ રહેશે અને 27 ડિસેમ્બરથી વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળશે.

28 ડિસેમ્બરે ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે જેને લઇને ખેડૂતોને 27, 28 તારીખે વરસાદની સંભાવનાને જોતા યોગ્ય આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.