વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી : લખી લેજો આ તારીખ

ગુજરાતમાં શિયાળો બેસી ગયો છે પરંતુ જોઈએ એવી ઠંડી હજુ પડતી નથી બદલામા ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરમી અને બફારાનું વાતાવરણ જોવા મળે છે.

ચોમાસામાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને ત્યાર બાદ પડેલા માવઠાને કારણે ગુજરાતના ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડયું હતું જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ અને ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં 29 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે.

આ સિસ્ટમને કારણે ગઇકાલથી જ દરિયા કિનારા તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો હજુ આવી શકે છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આવતા મહિના માં 2 થી 5 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાવાઝોડું આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આવતાં ગુજરાત રાજ્યના પંચમહાલ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર,  મોરબી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, ભરૂચ, મહીસાગર, નર્મદા અને સુરતમાં પણ વરસાદી માવઠાંની સંભાવના સેવાઈ રહી છે.

આગામી 27,28,29 નવેમ્બર સુધી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.