ગુજરાત ઉપર આવશે મોટું વાવાઝોડું : અંબાલાલ પટેલની આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસાની સત્તાવાર વિદાય લઈ લીધી છે અને છેલ્લા બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે એટલે કે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે અને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે.

ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેથી ખેડૂતોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે પવનવાહક નક્ષત્રોના યોગને લીધે વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે.

નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવાઝોડું અને કમોસમી વરસાદ આવી શકે છે આ ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

તો મિત્રો આવી રીતે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ઉપર આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.